ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?
-રમેશ પારેખ
ઠરી ઠામ થાશો બધી બાજુએથી
મટી જાય જખ્મો નઠારા નયનથી
-સુમન અજમેરી
ઠેસ મારી, વિચાર ચાલે છે,
હિંચકો ના લગાર ચાલે છે.
-હરદ્વાર ગોસ્વામી
ઠોકર ન ખાધી ચાલતા કયારેય પણ કહીં
આરસપહાણ પંથે લપસ્યા ઘણાં હતા
‘રસિફ’ મેઘાણી
ઠેસ પહોંચાડવી છે હૅયાને
કોઇ તાજુ ગુલાબ લાવો
-કાબિલ ડેડાણવી
ઠેસ પહોંચે કોઇના સન્માનને,
મનસૂબા એવા ‘વિનય’ ઘડતો નથી.
– વિનય ઘાસવાલા
ઠેસ વાગીને કરી નીચી નજર
મેં બિછાવેલો જ પત્થર નીકળ્યો
-હરિભઈ સંઘવી ‘દિલહર’
ઠોકરો વાગી જ્યારે માર્ગમાં
જીવવાનું કોઈને કોઈ સાધન નીકળ્યું
-મંઝર નવસારવી
ઠોકર હવે શું આવશે મંઝિલની આડમાં
ખુલ્લ પગે હું દોડતા જીવ્યો છું બાળપણ
-કૅલાસ પંડિત
ઠાઠ ભપકા એ જ ઇર્શાદના હવે
ઘર બળે તો તાપી લેવું જોઇએ
– ડો. ચિનુ મોદી
0 Responses
Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.
You must be logged in to post a comment.