Skip to content


શેર અંતાક્ષરી “ચાલો ગુજરાત”

અંતાક્ષરી જોતા જોતા કીરિટ ભક્તાને મનમાં વિચાર આવ્યો કે જો ફીલ્મી ગીતો ની અંતાક્ષરી હોય તો ગુજરાતી ગીતો અને શેરોની અંતાક્ષરી કેમ ન થઈ શકે? એમના વિચારમાં છુપાયેલી ઉત્સુકતાએ મને વિચારતો કરી મુક્યો અને આ વાત સત્ય થતી ત્યારે જણાઇ જ્યારે સુમન અજ્મેરી અને રસીક મેઘાણી કક્કાવારી પ્રમાણે શેરોની યાદી તૈયાર કરતા હતા.. મેં નમ્રતા થી બંને મહાનુભાવોને કહ્યું કે કક્કવારી પ્રમાણે દરેક અક્ષરનાં મને ૪૦ જેટલા લોક્ભોગ્ય શેરોની એક યાદી શાયરોનાં નામ સાથે આપી શકશો? ત્યારે સુમનભાઈએ કહ્યું મારી પાસે ૧૫૦૦૦ જેટલા શેરોનું ભંડોળ છે હું આપી શકીશ..ત્યારે જે બીજ નંખાયુ તે “ચાલો ગુજરાત વિશ્વ સંમેલનમાં ન્યુ જર્સી ખાતે શેર અંતાક્ષરીનાં ફળ સ્વરુપે અઢી વર્ષે જનમ્યું.

વચ્ચે મેં વેબ સાઈટ્ ઉપર શેર અંતાક્ષરી નો પ્રયોગ કર્યો અને તે વખતનો બ્લોગરોમાં પ્રતિભાવ બહુ સરસ હતો તેથી ગુજરાતી સાહિત્ય સરિતામાં દર બે મહીને એક અંતાક્ષરી રમવાનો વિચાર સ્ફુર્યો અને સુમનભાઈ ફરી મદદે આવ્યા ૧૦૦ શેરોની એક એવી ૫ અંતાક્ષરી મને આપી. પહેલી અંતાક્ષરી જ્યારે માર્ચમાં બેઠકમાં રમાઈ અને તેની ઓડીયો વેબ ઉપર મુકી ત્યારે વૈશ્વીક સ્તરે બ્લોગરોને ઘણી મઝા આવી .

મને યાદ છે મંજુલાબેન પટેલ કહે કે આતો સરસ પ્રવૃત્તિ છે વિજયભાઈ! તેન થોડીક વધુ કરો અને બધાને વાંચી ને નહીં બોલવાનું પણ યાદ રાખીને બોલવાનુ કહો. ત્રણ મહીના પછી સુમનભાઈની અંતાક્ષરી બી બેઠકમાં ભજવાઈ પણ શેર યાદ રાખવાની બાબતે ખુબ વિરોધ થયો પણ જ્યારે વીડીયોમા વિરોધ કરતા સભ્યોએ પોતાનુ વાંચન ખરાબ દેખાય છે ત્યારે તે સ્વિકારાયુ કે જો મોટા પાયે કરવુ હોય તો શેરો યાદ રાખવા જરુરી છે.

ચાલો ગુજરાત માટે સુનીલભાઈને મે શેર અંતાક્ષરી વિષે વાત કરી અને તેમના હકારાત્મક પ્રત્યુત્તરથી ત્રીજી અંતાક્ષરીની વાતે જોર પકડ્યું અને કીરિટભક્ત ફરી તેમની વાત લઈને આવ્યા કે આપણી પાસે શેરો એટલા બધા યાદ નહીં રહે તો ગુજરાતી ગીતોપણ ઉમેરીયે. મે એમને ના કહ્યું શેરાક્ષરી એટલે એકલાં શેરો..ત્યારે તેમનુ સુચન આવ્યું કે આપ્ણે જુદા જુદા ચરણ રાખી થૉડાક આગળ વધીયે..અને નક્કી થયું પહેલું ચરણ પરંપરાગત આક્ષરિક અનુસંધાન ધરાવતા શેરોની શેરાક્ષરી એટલે કે પહેલા શેર છેલ્લો અક્ષર બીજા સ્પર્ધક્ને નવા શેર નોક હેવા પ્રથમ અક્ષર આપે. બીજુ ચરણ ચિઠ્ઠી ખેંચી વિષય આપે..ત્રીજુ ચરણ શાયર કે કવિ પ્રમાને શેર્કહેવા જે ખુબ જ અઘરુ ચરણ હતુ. ચોથુ ચરણ એક કવિનાં ચાર શેર ગાઈને સંભળાવવા..

રવિવારે બપોરે ૩.૦૦ કલાકે ગુજરાતી સાહિત્ય સરિતાની રજુઆત શેર અંતાક્ષરી મુખ્ય મંચ ઉપર હતી ૧૦૦૦૦ ની જન મેદની સમાવતું મુખ્ય થીયેટર પર શ્રી વિજય શાહને પુષ્પગુચ્છથી સન્માની આયના પ્રતિનિધિ એ મુખ્ય સંચાલકો કીરિટકુમાર ભક્ત અને મોના નાયક ને આમંત્ર્યા.

શેર અંતાક્ષરીનું નિયોજન વિશ્વમાં આટલા મોટા સ્તરે સૌથી પ્રથમ વખત થતુ હોવાથી તેના નિયમો અને વિવ્ધ ચરણો ની માહીતિ આપી સૌ પ્રથમ નિરિક્ષક તરીકે ગુજરાત ટાઇમ્સનાં મુખ્ય તંત્રી અને સંચાલક પ્રકાશ પારેખ, પીઢ કવિ અને ગદ્યકાર પ્રો. સુમન અજમેરી અને ગઝલકાર રસિક મેઘાણી ને આમંત્ર્યા. સ્પર્ધકોની ત્રણ ટીમ હતી સત્યમ ( મનોજ મહેતા અને ફતેહ અલી ચતુર્) શિવમ (વિજય શાહ અને સુરેશ બક્ષી) અને સુંદરમ (નીખિલ મહેતા અને સરયૂ પરીખ).

શેર અંતાક્ષરી નવો વિષય હતો તેથી તેમા અપાતી વિગતો ઘણાને ગમી . એકંદરે પ્રયોગને સૌ એ આવકાર્યો અને પરીક્ષક શ્રી પ્રકાશ પારેખે સત્યમ ટીમને વિજેતા જાહેર કરી તેમણે ગુજરાતી સાહિત્યનાં આ પ્રયત્નને નવતર પ્રયોગ તરીકે બીરદાવ્યો વખાણ્યો અને આશાવાદ દર્શાવ્યો કે શેર અંતાક્ષરી જેવા પ્રયોગો વધુ થાય કે જેથી ગુજરાતી શાયરો અને તેમની પાણીદાર રચનાઓ દ્વારા માતૃભાષાનો વારસો જાણવા અને જાળવવામાં મદદ રુપ થશે.

ચરણ-૧

હે ન્યુ જર્સીનાં એડિસન નગરે “ચાલો ગુજરાત” નો મેળો
મહાલીયે સૌ સાથે આજે શેર અંતાક્ષરીનો બહુરંગી ખેલો

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.
– ઘાયલ

લે હલેસાં ને નદી તું પાર કર
એ રીતે તું નાવનો ઉદ્ધાર કર !
– ઉર્વીશ વસાવડા

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
બરકત વિરાણી ‘બેફામ’

તફાવત એ જ છે,તારા અને મારા વિષે,જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
-અમૃત ઘાયલ

છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ,
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ.
-મનહરલાલ ચોકસી

અરે પ્રારબ્ધ તો ઘેલુ રહે છે દૂર, માંગેતો
ન માંગે દોડતુ આવે, ન વિશ્વાસે કદી રહેજે
-બાલાશંકર કંથારીયા

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
-સૅફ પાલનપુરી

તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !
-’ઊર્મિ’ સાગર

ખાલીપણાનો સંગ હમેંશા છે એટલે
મારા કદમના ધાકથી ખુદ હું જ ત્રસ્ત છું
“રસિફ” મેઘાણી

.છે અજબ પ્રકારની જીંદગી, કહો એને પ્યાસી જીંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
ગની દહીંવાલા

ધાર્યા મુજબ કંઈ હતું ના તો પણ વાંચ્યું
જીવતરનું પાનું ઉઘડતાં વસમું લાગ્યું
– ગોવિંદ ગઢવી ‘સ્મિત’

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ.
– હરીન્દ્ર દવે

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
-જલન માતરી

થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.
– આદિલ મન્સૂરી

થઈને ઉદાસ જોયુ જો ઉપર અમે ‘મરીઝ’
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે
-મરીઝ

છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.
-હરદ્વાર

શોકનો માર્યો તો મરશે ન તમારો ‘ઘાયલ’
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં!
‘ઘાયલ’

હું હવે, મારી દશાની વાત પન કરતો નથી
કેમ છો? પૂછી જનારા ક્યાં મઝામાં હોય છે!
ડો. મહેશ રાવળ

@@@@@@@@@@@@@@@@@@
ચરણ 2 વિષય

1.સ્મિત

1.રડતા રડતાયે હસાવી જાય છે મને કાયમ તારું સ્મિત,
એટલે જ તો મારા સ્મિતમાંયે હોય છે સદા તારું સ્મિત,
(ઊર્મિસાગર)

2.એક તારા સ્મિતનું કરવા જતન
છે ખબર કેટલા વરસ હું રડ્યો?

3વદન પર સ્મિત રેલાયું છે ત્યારે
હ્રદયમાં આગ પણ્ ખમવી પડી છે

4.તમારા એક સ્મિત પર ઓળઘોળ થયા અમ
જરા હસ્યા તમે અને આખેઆખા ઉઘડ્યા અમ

5.વારાફરતી વારો છે.. સામે આખો જન્મારો છે
સ્મિત અને આંસુમાંથી આજે કોનો વારો છે?
નીલમ દોશી

6.એના સ્મિતમાં હું વાવું કંટકો બેચાર,
ને ખીલી ઉઠે ગુલશન હજાર
પ્રવિણ શાહ

2.સમય –

તમને સમય નથી અને મારો સમય નથી.
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
બેફામ
સમયની જાળની વચ્ચે હું સપડાઈ નથી શકતો,
સ્થિતિ-સંજોગનાં બંધનમાં જકડાઈ નથી શકતો;
જગત મારા જીવનના આયના જેવું છે, જેમાં હું-
પ્રતિબિંબ જોઉં છું પણ કેદ પકડાઈ નથી શકતો.
(બરકત વિરાણી’ બેફામ’)

અમન મળ્યો જ નહીં રજુઆતનો સમય
નહીં તો મજાનો હોત મુલાકાત નો સમય
ઘાયલ

બની આઝાદ જ્યારે માનવી નીજ ખ્યાલ બદલે છે.
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
(રજની પાલનપુરી)

હું નથી પૂછતો હે સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?
(’શૂન્ય’ પાલનપુરી)

સમય ના સાચવ્યો ને ચાલી ગઈ રાત્
તુટેલા હૈયાને વીતી ગઈ વાત્
બળી રાખ હવે ઈંધણ ના થાય્
પીળા પાન કદી લીલા ના થાય્
સરયૂ પરીખ

3. શમણું,

મેં ખુલ્લી આંખો થી જોયુ એક શમણું,
શમણાંમાં જોયુ મુખ તારું નમણું,
(ચેતના શાહ)

એક પળની જિંદગીમાં, મેં જીવી લીધું ઘણું ઘણું;
જેના પૂરા થવાની શર્ત નો’તી, સાકાર થયું એ શમણું!
(જયશ્રી ભક્તા)

3.આજે વહેલી પરોઢે મને આવ્યું તારું શમણું,
શમણાંમાં પ્રિતમ, તનેય આવ્યું મારું શમણું,
(ઊર્મિસાગર)

એક્મેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે
મનગમતા માળાનું શમણું જોયુ છે સંગાથે
તુષાર શુકલ

આંબાનં શમણું કોણે જોયુ તે પૂછ મા
કોણે આ ડાળ વેડી? એનો જવાબ દે
હર્ષદ ત્રિવેદી

શમણું તો સટ્ટ જઈ સંતાયુ રાધાનાં પાલવમાં
શમણુંતો સટ્ટ દઈ ને પકડાયું કાનાની બંસીમાં
નિલમ દોશી

4.પ્રેમ

1.ઓ પ્રેમ રમત રમનારા, તુ પ્રેમ રમતને શું સમજે
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાન લડાવી જાણું છું
શયદા

પ્રેમ રસ પાને તું મોરનો પિચ્છધર
તત્વનું ટુંપણુ તુચ્છ ભાસ
નરસિંહ મહેતા

કોઇને આમ સમજાયો કોઇને તેમ સમજાયો
અઢી અક્ષરનો હતોતોય, ન પૂરો પ્રેમ સમજાયો
હરજીવન દાફડા

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો

પ્રેમમાં બધા સવાલોના ઉત્તર હોતા નથી
ને હોય છે તેટલા સધ્ધર હોતા નથી
ઝેર તો સૌ કોઇ પીયે પણ પચાવી જાણે કોઈ
બધ ઝેર પીનારા શંકર હોતા નથી.

આવે કદી જો ઓટ મારા ઊર્મિના સાગર મહીં,
તુજ યાદની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
(ઊર્મિસાગર)

5.દીકરી

અધુરી લાગણી ઇચ્છા ફરજ વચ્ચે ભટકતા હો
અને દિકરી પુછાવે પપ્પ ક્યારે ઘેર આવો છો?
કિરણ ચૌહાણ્

દીકરીની લાગણી જરી ના ચોળાય–
દીકરી તો આંખની પાંપણ કહેવાય !!
જુગલકિશોર વ્યાસ

સવારની તાજપ જો દીકરો, દીકરી સાંજની કુમાશ.
દિવસ રાતનાં બન્ને છેડા, બંન્નેનો સરખો સમાસ.
પંચમ શુક્લ

દિકરીની વાતુ કરવા બસ્ હવે રહ્યા પડછાયા
મીંઢળબંધો હાથ કરી ગયો સૂનો આંગણ વાસ

કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ
એતોછે એના ઘરનું આખુ ઢાંકણ

દિકરી ના સાપ નો ભારો, દિકરી ના કોઈ ઉજાગરો
દિકરી નો સ્નેહ છે ન્યારો, દિકરી તો તુલસી ક્યારો

6.‘હું’ અને ‘તું’

હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં ?
કે પછી એવું નથી બન્ને છીએ કંઇ વ્હેમમાં?
શેખ આદમ આબુવાલા

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દૂર નથી.
હું માંગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી.
નાઝિર દેખૈયા

તું મીંઢળ જેવો કઠ્ઠણ.. ને હું નમણી નાડાછડી
તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી
– વિનોદ જોશી

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.
– હરજી લવજી દામાણી

હું નથી પૂછતો હે સમય કે હજી, તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટ્લું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?
– કૈલાસ પંડિત ( ?)

હક છે પરંતુ કયાંય પણ દાવો નહીં કરૂં
તું આવ કે ન આવ્, બળાપો નહીં કરૂં
તારી છબી છે મારી મઢૂલીની રોશની
કાફી છે તારી યાદ, હું દીવો નહીં કરું
અમર પાલનપૂરી

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.
કવિ – શયદા

@@@@@@@@@@@@@@@@

ત્રીજુ ચરણ શાયર કે કવિ પ્રમાણે

ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત ગૂજરાત મોરી મોરી રે.

કીકી કરું બે નભતારલીની ને મીટમાં માપું દિગંતરાલને,
વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;માથે ધરું ધૂળ વસુન્ધરાની.

– આદિલ મન્સૂરી

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે
કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે.
મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

– અમૃત ઘાયલ

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

જર જોઇએ, મને ન ઝવેરાત જોઇએ,
ના જોઇએ મિરાત, ન મ્હોલાત જોઇએ;
તારા સિવાય જોઇએ ના અન્ય કંઇ મને,
મારે તો દોસ્ત તારી મુલાકાત જોઇએ.

ઉલ્લાસની ઉમંગની અથવા વિષાદની,
ફરિયાદની હો વાત, કે હો વાત યાદની;
થાતી નથી મુરખને કોઇ વાતની અસર,
કડછીને ‘જાણ’ હોતી નથી રસની, સ્વાદની.

ચિનુ મોદી

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-’મરીઝ’

શ્રદ્ધાથી બધો ધર્મ વખોડું છું હું,
હાથે કરી તકદીરને તોડું છું હું;
માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

-રમેશ પારેખ

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે

જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં !

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ

‘શૂન્ય’ પાલનપુરી

સ્વાર્થની આતો છે ભક્તીલીલા બધી, આત્મપૂજા વિના “શૂન્ય”આરો નથી
એક ઈશ્વરને માટે મમત કેટલુ? એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !

શેખાદમ આબુવાલા

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

સૈફ પાલનપુરી

ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે
ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે
અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા,
મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે !

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?

થોડાક ખુલાસા કરવા’તા થોડીક શિકાયત કરવી’તી,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા

બેફામ્

તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને
જગત સામે જ ઉભુ હતુ દર્દો નવા લઈને

મારા ઝખમને દર્દમાં કુદરતનો ભાગ છે
ચાંદમાં દાગ છે ને સુરજમાં આગછે

બેફામ તો ય કેટલુ થાકી જવુ પડ્યું
નહીંતો જીવન નો માર્ગ છે ઘરથી કબર સુધી

મનોજ ખંડેરીયા

પકડો કલમને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
તુ ઢાળ ઢોળીયો ;હું ગઝલનો દિવો કરું
અંધારુ ઘરને ઘેરી વળે એવુ પણ બને

રસમ અહીંની નોખી રીવાજ અહીંના નોખા
અમારે મન તો શબ્દો એજ કંકુ ને ચોખા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
બુકાની છોડવા બેસુ તો વરસોનાં વરસ લાગે
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસુ તો વરસોનાં વરસ લાગે

મુકુલ ચોક્સી

કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે
પલ્લુ તારી તરફ નમ્યાનો તને , મુજને આનંદ ઉંચે ગયાનો

બિચારા ઈવ કે આદમને કંઇ ખબર નહોંતી
મેં પ્રણય એમને શીખવ્યો હતો, ખબર છે તને?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવૂ ઘેલું આ જર્જરીત જણસનુ
બાહુ વહાવી દઈને બારીથી બારણા થી
ઓછુ કરી દો સાજણ અંતર અરસ પરસનું

Posted in Uncategorized.


અ-004

આપણો સંબંધ બસ છૂટી ગયો,
તાંતણો કાચો હતો, તૂટી ગયો.
-વિજય રાજ્યગુરુ

ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.
-મરીઝ

અમથી અમથી રાતભર જાગ્યા કરું,
વાત વીતેલી યે ક્યાં ભૂલાય છે ?
-બિસ્મિલ મન્સૂરી

આકર્ષણોનું એની ઉપર આવરણ હતું,
જેને ગણ્યું જીવન એ ખરેખર મરણ હતું.

આપના શાપનું સ્મરણ આવ્યું;
ને પછી પાપનું સ્મરણ આવ્યું.

આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.

આજના સર્વ સુખને માણી લે,
કાલના સૌ પ્રહાર ભૂલી જા.

એ ગલી તારી હતી ?
પગ સદાયે ત્યાં વળે.

ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.

– મનહરલાલ ચોક્સી

Posted in .


સ-002

સાંઈ મારગ સાવ જ સીધો
શેની વાગી ઠેશ કબીરા
– માવજી મહેશ્વરી

સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા
– માવજી મહેશ્વરી

સાવ થાકી ગયેલ પગને લઈ
એક ઈચ્છા જ ચાલતા રાખે
-ભરત વિંઝુડા

સાથ કાયમનો કદી હોતો નથી,
જાતની સાથેય અંતર રાખીએ.

સૂરજને જે પ્રકાશ તણું દાન દૈ શકે;
એવી તમારી પાંપણોમાં રોશની હતી.

સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.

– મનહરલાલ ચોક્સી

Posted in .


વ-002

વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો
-મનોજ ખંડેરિયા

વર્ષો વીતી ગયાં હો ભલે ઈન્તેઝારમાં,
આવ્યાં તમે તો લાગ્યું : ઘડી બે ઘડી ગઈ.

-મરીઝ

Posted in .


ક-002

કોઇ પણ વાદા વગર કો ’દિ તો આવ તું.
શ્યામ ચાદર ભાગ્યથી થોડી હટાવ તુ.
-મોહમ્મદઅલી વફા

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો
-મનોજ ખંડેરિયા

કોઈના ઉચ્ચારના આકાશમાં
એક મારા નામની જગ્યા નથી.

– મનહરલાલ ચોક્સી

Posted in .


મ-002

મને ભીડમાંથી નીકળવા તો દો
અને જાત સાથે રઝળવા તો દો
-ડો.ઍચ.એસ.રાહી

મેવાડની મીરાંને માધવની મમતા,
માધવને મથુરાના માખણની મમતા,
-દેવિકા ધ્રૂવ

માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.
– મનહરલાલ ચોક્સી

‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
– મનહરલાલ ચોક્સી

Posted in .


અ-003

આ પરવતો નીલી ઘટાઓને કદી નડતા હતા.
ને, આંતરી રસતો, ભિંજવવા માંગણી કરતા હતા.
-’મનુજ’ હ્યુસ્તોનવી

આવ મારા રેશમી દિવસોના કારણ્
જિંદગી જેને કહે છે,તે અહીં ઠેબે ચઢી છે
-શ્યામ સાધુ

આ દર્દ મૌનમાં જ છવાતું ભલે અહીં
મેં તો કહ્યું હતું મને,ને સાંભળ્યું તમે
-ડો. રઘુવીર ચૌધરી

આકાશી વાદળને નામે વાત તમોને કહી દઉં છું
કાં વરસી લો, કાં વિખરાઓ, આ અમથા ગરજો શા માટે?
– મધુકર રાંદેરીયા

આફતો ,આવો ડરો ના ભીડથી
સબ્રની શેરી નથી કંઇ સાંકડી
– હૈદરઅલી જીવાણી

આજ દેખાય ગગનચુંબી ઇમારત, એની
ઉંડે પાયાનો હું પથ્થર બની ધરબાયો છું
-રસિક મેઘાણી

અરે પ્રારબ્ધ તો ઘેલુ રહે છે દૂર, માંગેતો
ન માંગે દોડતુ આવે, ન વિશ્વાસે કદી રહેજે
-બાલાશંકર કંથારીયા

આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
– રમેશ પારેખ

આંખ મ્હારી ને હવે મેં શું નિહાળ્યું, જાણવું છે!
પ્રેમનાં આ વ્હેણમાં મેં શું ગુમાવ્યું, જાણવું છે!
-’મનુજ’ હ્યુસ્તોનવી

આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો
-મનોજ ખંડેરિયા

Posted in .


ઠ-001

ઠીક છે ‘ઇર્શાદ’ કે એને નથી તારું સ્મરણ
કોઇ ઝાકળની નિશાની પુષ્પ પર દેખાય છે?
-ચીનુ મોદી ઇર્શાદ્

Posted in .


ઢ-001

ઢળતા સૂરજને જોઉં છું, જોયા કરું છું હું
લાગે છે એના શહેરમાયે રાત થઈ હશે
-કૅલાસ પંડિત

Posted in .


ધ -001

ધીમે ધીમે સમજી સમજી પ્રેમની ધારે ધારે
એમ તને મેં લખ્યો કાગળ નોખી નોખી લીટી
-‘રસિક’ મેઘાણી

Posted in .
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.