છોને કરોડો બુંદનો સંગ્રહ છલોછલ હોય એ,
દરિયો જશે જો ખેતરે, ઝાકળ કહેવાશે નહીં
-ઘનશ્યામ ઠક્કર
છે અજબ પ્રકારની જીંદગી, કહો એને પ્યાસી જીંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
ગની દહીંવાલા
Sun 6 Apr 2008
છોને કરોડો બુંદનો સંગ્રહ છલોછલ હોય એ,
દરિયો જશે જો ખેતરે, ઝાકળ કહેવાશે નહીં
-ઘનશ્યામ ઠક્કર
છે અજબ પ્રકારની જીંદગી, કહો એને પ્યાસી જીંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
ગની દહીંવાલા
Sat 5 Apr 2008
દીવાલો ખસેડી ને છતને હટાવી
હવે કંઈક આકાશ લાગે છે પાસે
-હરકિશન જોષી
દશા-અવદશા, કર્મને હોય આધિન
દુઆ કંઈ બધાની ફળેનહીં, મુસાફિર !
-ડો.મહેશ રાવલ
દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો
-આદિલ મન્સૂરી
દર્શનની ધન્યતાનો અનુભવ નહીં કહું;
ઈશ્વરની શોધમાં જ હું મારા સુધી ગયો.
– મનહરલાલ ચોક્સી
Sat 5 Apr 2008
રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.
-મરીઝ
રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
-બરકત વિરાણી ‘બેફામ’
રંકની જલતી રહી જ્યાં ઝૂંપડી,
ત્યાં જ બેઠું એક ટોળું તાપણે.
-’ગુલ’ અંકલેશ્વરી
રમતા રમતા લઢી પડે ભૈ, માણસ છે
હસતા હસતા રડી પડે ભૈ, માણસ છે
 -ડો જયંત પાઠક
Sat 5 Apr 2008
ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?
-રમેશ પારેખ
ઠરી ઠામ  થાશો બધી બાજુએથી
મટી જાય જખ્મો નઠારા નયનથી
-સુમન અજમેરી
ઠેસ મારી, વિચાર ચાલે છે,
હિંચકો ના લગાર ચાલે છે.
-હરદ્વાર ગોસ્વામી 
ઠોકર  ન ખાધી ચાલતા કયારેય પણ કહીં
આરસપહાણ   પંથે   લપસ્યા   ઘણાં હતા
‘રસિફ’ મેઘાણી
ઠેસ પહોંચાડવી છે હૅયાને
કોઇ તાજુ ગુલાબ લાવો
-કાબિલ  ડેડાણવી
ઠેસ પહોંચે કોઇના સન્માનને,
મનસૂબા એવા ‘વિનય’ ઘડતો નથી.
– વિનય ઘાસવાલા 
ઠેસ વાગીને કરી નીચી નજર
મેં બિછાવેલો જ પત્થર નીકળ્યો
-હરિભઈ સંઘવી  ‘દિલહર’
ઠોકરો વાગી જ્યારે માર્ગમાં
જીવવાનું કોઈને કોઈ સાધન નીકળ્યું
-મંઝર નવસારવી
ઠોકર હવે શું આવશે મંઝિલની આડમાં
ખુલ્લ પગે હું દોડતા જીવ્યો છું બાળપણ
-કૅલાસ પંડિત
ઠાઠ ભપકા એ જ ઇર્શાદના હવે
ઘર બળે તો તાપી લેવું જોઇએ
– ડો. ચિનુ મોદી
Sat 5 Apr 2008
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
-ગની દહીંવાલા
નદી પાર એણે બનાવ્યું છે ઘરને,
હલેસાં વગરની મને આપી હોડી.
-અહમદ ‘ગુલ’
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે – વિતાવી નહીં શકે.
-મરીઝ
નથી લલકારી હું શકતો ઈજારાદારી ને જગમાં
ગુરુઓના છે કાબુમાં વિચારો, થરથરું છું હું
-‘સૂફી’ પરમાર
ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો
લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો
-આદિલ મન્સૂરી
Sat 5 Apr 2008
ઘસાતો હોય જળ માટે ને જળ ના આંગળી ઝાલે,
હવામાં હોય ખામોશી ખડક દ્વારા, ખડક માટે !
નિર્મિષ ઠાકર
Sat 5 Apr 2008
ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
-ગની દહીંવાલા
ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
આબિદ ભટ્ટ
ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને  એજ તો ભુલી ગયા મને.
– કૈલાસ પંડિત
ભલે ભપકા ભરેલો છું,છતાં આંગાર વેચું છું
મને નીચો નમાવે એ બધો આભાર વેચુ છું
– મનહર મોદી
ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો
-મનોજ ખંડેરિયા
Sat 5 Apr 2008
ફક્ત એથી જ કોઈની મદદ માગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે !
-બેફામ
ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !
બેફામ
Sat 5 Apr 2008
ધુમ્મસ ભરેલ કાં હજી મારૂં પ્રભાત છે
ગાળી વિપળમાં કાળી જો સૈકામાં રાત છે
-‘રસિક’ મેઘાણી
ઘડ્ દઈને બંધ પુસ્તક થાય, બત્તી ઓલવાય,
ચૂં કે ચાં પણ ક્યાં કરી શક્શે તરત ક, ખ, કે ગ ?
-હેમેન શાહ
ધોમ  તડકો   ઉઘાડા  આભ  તળે
ચાલવા  આખું  રણ  મને   આપ્યું
-‘રસિક’ મેઘાણી
ધારણા એવી હતી કેડી નવી કંડારશું,
હાથની રેખા ચરણને રોકશે નો’તી ખબર.
-પ્રતિમા પંડ્યા
ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.
 – ‘બેફામ’
ધ્યાનમાં આવી ન કૂંપળ કોઈને
આખરે લાંબોલચક સોટો થયો.
-રઈશ મનીઆર
ધૂપમાં પ્યાલા મૃગજળોના છે
દિલના રણમાં રહી તે પ્યાસ નથી
-‘રસિક’ મેઘાણી
ધોમધખતા દિલ મહીં લીલાશ છે !
દોસ્ત ! કંઈ તો ઊગશે વિશ્વાસ છે.
-છાયા  ત્રિવેદી
ધોમ તડકો હતો, જયાં ત્યાં ખાડા હતાં, પગ ઉઘાડા હતાં
પાસ આવી ગયો જો વિસામો હવે, કયાં તું ચાલ્યો ગયો
-‘રસિક’ મેઘાણી
ધાર્યા મુજબ કંઈ હતું ના તો પણ વાંચ્યું
જીવતરનું પાનું ઉઘડતાં વસમું લાગ્યું
– ગોવિંદ ગઢવી ‘સ્મિત’
Fri 4 Apr 2008
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
-રમેશ પારેખ
આ સફરમાં રહી જશે પાછળ બધું
જે બધું આગળ મને દેખાય છે
-ભરત વિંઝુડા
‘
ઓજસ’ તું એને પૂછ મજા ઈંતેજારની,
જેને મિલનપ્રસંગે જુદાઈનો ગમ રહે.
-ઓજસ પાલનપુરી
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.
ન્હાનાલાલ કવિ
આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન-
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના !
-મરીઝ
આપણું હોવું છુપાવો શી રીતે ?
છે અરીસો એ તો સામો બોલશે.
-હરદ્વાર ગોસ્વામી
અમારી જીંદગી છે પારદર્શક પાણીના જેવી,
મળે છે રંગ જેવો એવી એ રંગાઇ જાયે છે.
—જયંત શેઠ–
અરેરે, ખુદા, આ તે કેવું જીવન છે ?
મરી જાય માણસ જીવનની ફિકરમાં !
-દિલહર સંઘવી
એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
-અમૃત ‘ઘાયલ’
એ જ લોકો આખરે ફાવી ગયા
જે સમયસર બીજને વાવી ગયા
-હિતેન આનંદપરા