આજ કેવી સવાર આવી છે
તારા માટે થયો ઉદાસ નથી
“રસિક” મેઘાણી
આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘ શૂન્ય ‘ મજાનો છે, નેક છે
-શુન્ય પાલનપુરી
એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘ શૂન્ય ‘ તો લાખોમાં એક છે
-શુન્ય પાલનપુરી
એને જીવનપરાગ હું અર્પણ કરી દઉં,
મૃત્યુ તો મારા દર્દનો એક જ ઈલાજ છે
-મનહરલાલ ચોકસી
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઇ જાશું
-શેખાદમ અબુવાલા
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.
-“મરીઝ”
ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
-“ઓજસ” પાલનપુરી
આયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે-ની યાદ છે.
-અહમદ મકરાણી
આ કિનારે મસ્ત મોજાં ગાય છે,
હે સમંદર, શું થયું એ નાવનું ?
-અહમદ મકરાણી
આપણા હાથે જ સંબંધો સતત ઊગતા હતા, ફાલ્યા હતા ને અંતમાં,
આપણા હાથે જ સગપણ તોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને
-શૈલેષ પંડ્યા ‘ભીનાશ’”
Recent Comments