"શેર અંતાક્ષરી" સંકલનઃ અબ્દુલ રઝાક "રસિક" મેઘાણી
શેર અંતાક્ષરી “ચાલો ગુજરાત”
અંતાક્ષરી જોતા જોતા કીરિટ ભક્તાને મનમાં વિચાર આવ્યો કે જો ફીલ્મી ગીતો ની અંતાક્ષરી હોય તો ગુજરાતી ગીતો અને શેરોની અંતાક્ષરી કેમ ન થઈ શકે? એમના વિચારમાં છુપાયેલી ઉત્સુકતાએ મને વિચારતો કરી મુક્યો અને આ વાત સત્ય થતી ત્યારે જણાઇ જ્યારે સુમન અજ્મેરી અને રસીક મેઘાણી કક્કાવારી પ્રમાણે શેરોની યાદી તૈયાર કરતા હતા.. મેં [...]]]></description>
અ-004
		<description><![CDATA[આપણો સંબંધ બસ છૂટી ગયો,
તાંતણો કાચો હતો, તૂટી ગયો.
-વિજય રાજ્યગુરુ
ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.
-મરીઝ
અમથી અમથી રાતભર જાગ્યા કરું,
વાત વીતેલી યે ક્યાં ભૂલાય છે ?
-બિસ્મિલ મન્સૂરી
આકર્ષણોનું એની ઉપર આવરણ હતું,
જેને ગણ્યું જીવન એ ખરેખર મરણ હતું.
આપના શાપનું સ્મરણ આવ્યું;
ને પછી પાપનું સ્મરણ આવ્યું.
આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો [...]]]></description>
સ-002
		<description><![CDATA[સાંઈ મારગ સાવ જ સીધો
શેની વાગી ઠેશ કબીરા
- માવજી મહેશ્વરી
સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા
- માવજી મહેશ્વરી
સાવ થાકી ગયેલ પગને લઈ
એક ઈચ્છા જ ચાલતા રાખે
-ભરત વિંઝુડા
સાથ કાયમનો કદી હોતો નથી,
જાતની સાથેય અંતર રાખીએ.
સૂરજને જે પ્રકાશ તણું દાન દૈ શકે;
એવી તમારી પાંપણોમાં રોશની હતી.
સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.
- મનહરલાલ [...]]]></description>
વ-002
		<description><![CDATA[વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો
-મનોજ ખંડેરિયા
વર્ષો વીતી ગયાં હો ભલે ઈન્તેઝારમાં,
આવ્યાં તમે તો લાગ્યું : ઘડી બે ઘડી ગઈ.
-મરીઝ
ક-002
		<description><![CDATA[કોઇ પણ વાદા વગર કો ’દિ તો આવ તું.
શ્યામ ચાદર ભાગ્યથી થોડી હટાવ તુ.
-મોહમ્મદઅલી વફા
ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો
-મનોજ ખંડેરિયા
કોઈના ઉચ્ચારના આકાશમાં
એક મારા નામની જગ્યા નથી.
- મનહરલાલ ચોક્સી
મ-002
		<description><![CDATA[મને ભીડમાંથી નીકળવા તો દો
અને જાત સાથે રઝળવા તો દો
-ડો.ઍચ.એસ.રાહી
મેવાડની મીરાંને માધવની મમતા,
માધવને મથુરાના માખણની મમતા,
-દેવિકા ધ્રૂવ
માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.
- મનહરલાલ ચોક્સી
‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
- મનહરલાલ ચોક્સી
અ-003
		<description><![CDATA[આ પરવતો નીલી ઘટાઓને કદી નડતા હતા.
ને, આંતરી રસતો, ભિંજવવા માંગણી કરતા હતા.
-’મનુજ’ હ્યુસ્તોનવી
આવ મારા રેશમી દિવસોના કારણ્
જિંદગી જેને કહે છે,તે અહીં ઠેબે ચઢી છે
-શ્યામ સાધુ
આ દર્દ મૌનમાં જ છવાતું ભલે અહીં
મેં તો કહ્યું હતું મને,ને સાંભળ્યું તમે
-ડો. રઘુવીર ચૌધરી
આકાશી  વાદળને  નામે  વાત  તમોને  કહી  દઉં  છું
કાં વરસી [...]]]></description>
ઠ-001
		<description><![CDATA[ઠીક છે ‘ઇર્શાદ’ કે એને નથી તારું સ્મરણ
કોઇ ઝાકળની નિશાની પુષ્પ પર દેખાય છે?
-ચીનુ મોદી ઇર્શાદ્
ઢ-001
		<description><![CDATA[ઢળતા સૂરજને જોઉં છું, જોયા કરું  છું  હું
લાગે છે એના શહેરમાયે રાત થઈ હશે
-કૅલાસ પંડિત
ધ -001
		<description><![CDATA[ધીમે  ધીમે    સમજી  સમજી   પ્રેમની  ધારે  ધારે
એમ   તને મેં લખ્યો  કાગળ  નોખી નોખી  લીટી
-’રસિક’ મેઘાણી